Gujarat

એક વાત તો ચોક્કસ છે કે સેવાની કદર તો થાય છે. સાવરકુંડલા શહેરના આરોગ્યધામ સમા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પ્રતિનિધિઓનું અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા જાહેર સંન્માન કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજ઼ રોજ સાવરકુંડલા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી હિંમકર સિંહ  સાહેબ દ્વારા  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તદ્દન નિઃશુલ્ક તબીબી સેવાની સરાહના કરીને બિરદાવવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલના પ્રતિનિધિ શ્રી અશોકભાઈ કારિયા, કેન્સર સર્જન ડો. દીપકભાઈ શેઠ અને પેથોલોજીસ્ટ ડો. રાજેશભાઈ મહેતાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં આ  હોસ્પિટલ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટાફનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૪૦૦ જેટલાં પોલીસ સ્ટાફનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું છે.

IMG-20230109-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *