મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા સોનાબા હોસ્પિટલ સેવાલિયાના સંયુક્ત ઉપક્રમે ગળતેશ્વર તાલુકાના જરગાલ પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. નીમાબેન તથા તેમની મેડિકલ ટીમ દ્વારા ઉપસ્થિત લોકોનું ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર વિનામૂલ્યે ચકાસીને જરૂરી દવા-ગોળીઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામુદાયિક આગેવાનો તથા આશાદીપનો સ્ટાફ હાજર રહ્યો હતો.


