જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકો માટે iKhedut Portal પર ઓનલાઇન અરજીઓ કરી શકે છે.
જે ખેડૂતોની ઓનલાઇન અરજીઓ મંજૂર થયેલ હોય, પરંતુ અરજદારે ઘટકને લગત જરૂરી સાધનિક કાગળો અત્રેની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં જે ઘટકમાં અરજી મંજુર થયેલ હોય તેને લગત જરૂરી તમામ સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં.૪૮, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે તાત્કાલિક પહોંચાડવાના રહેશે. વધુ માહિતી માટે ક્ચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે, તેમ શ્રી એચ.બી. પટેલ, નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
