Gujarat

 વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

કેશોદ શહેર ખાતે રેલવે અન્ડરબ્રીજની કામગીરીના પગલે ચાર  ચોક ખાતે માંગરોળ થી મેંદરડા ને જોડતા રસ્તા પરથી પસાર થતા વાહનો માટે તથા જૂનાગઢ થી વેરાવળ વાયા કેશોદ સિટીના રસ્તા પરથી પસાર થતા વાહનો માટે અવરજવર  ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

કેશોદ શહેર ખાતે ફાટક નંબર ૧૦૧/ સીસી ઉપર રેલવે અંડરબ્રિજના બાંધકામની કામગીરી શરૂ હોય  વાહનચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન થઈ શકે તે હેતુસર ઉપરોક્ત રૂટ ઉપર થી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ તેના વૈકલ્પિક રૂટ તરીકે જૂનાગઢ વેરાવળને જોડતો નેશનલ હાઈવે ૧૫૧ (કેશોદ બાયપાસ), LC NO 100 દિપાર્તી  ફર્નિચર થી એરપોર્ટ રોડ થી ફુવારા ચોક સુધી ‌ ના રૂટ નો ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમ (આંક૨૨)  ની કલમ ૧૩૧ માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૧/૩/૨૦૨૩  સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *