ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગાર કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારુ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ, જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લકકડ પોલીસ ઇન્સ. તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સેકન્ડ બીટ વિસ્તારમાં કુંકાવાવ રોડ ભારતનગર પાછળ નદીમાં જવાના રસ્તે જાહેરમાં હારજીતનો જુગાર રમતા કુલ ૩ ઇસમોને રોકડા રૂપીયા ૧૦,૦૫૦/- સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) સંજયભાઇ ઉર્ફે ભાણો જીતુભાઇ ગળથીયા ઉં,વ.૩ર ધંધો ડ્રાઇવીંગ રહે,અમરેલી, જેશીંગપરા, શેરી ૦૪ તા.જી.અમરેલી
(૨) સલીમભાઇ અલારખ્ખભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે,અમરેલી, કુંકાવાવ રોડ, ભારતનગર તા.જી.અમરેલી
(૩) અલ્હેજમાઇ જમાલભાઇ પઠાણ ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.અમરેલી, કુંકાવાવ રોડ, ભારતનગર તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


