Gujarat

રાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની મોડેલ સ્કુલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધાનાં કન્વીનર સરકારી માધ્યમિક શાળા વિરવાના કાર્યકારી આચાર્ય જોરુભાઈ ખાચર તેમજ મોડેલ સ્કૂલ રાણપુરનાં કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડ તેમજ સ્ટાફમિત્રોએ સાથે મળીને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરેલ હતું. આ સ્પર્ધામાં રાણપુર તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળી માત્રામાં ભાગ લીધો હતો.  મોડેલ સ્કૂલ રાણપુરની ધોરણ ૯ ની  વિદ્યાર્થીની પરમાર ચાંદની કાળુભાઇ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર  અને અભિનંદન  પાઠવવામાં આવ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230121-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *