Gujarat

સંબંધિત મતદારોની મુલાકાત લઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા આગામી તા. ૨૨ જાન્યુઆરીથી લિંકઅપ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના મુજબ મતદારયાદીના પ્રમાણીકરણ હેતુ મુજબ દરેક મતદારના ચૂંટણીકાર્ડને તેના આધાર નંબર સાથે લિંકઅપ કરાવવા જરૂરી હોવાથી, જેને ધ્યાનમાં લઇને ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના તમામ બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા મતદારોના ઘરે-ઘરે જઈને સંબંધિત મતદારની સહમતી મેળવી તેમના આધાર નંબર ચુંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે લિંકઅપ પ્રક્રિયા ચાલુ છે.

જે-તે સંબંધિત મતદાર જો તેમનું આધાર કાર્ડ તેમના ચુંટણી કાર્ડ સાથે જાતે જ જો લિંકઅપ કરવા માંગતા હોય, તો તેમના સ્માર્ટફોન મારફત વોટર હેલ્પલાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. આગામી તા. ૨૨/૦૧/૨૦૨૩ના ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના તમામ બી.એલ.ઓ. શ્રી સંબંધિત મતદારોની મુલાકાત લઈ તેમના આધારકાર્ડ તેમના ચૂંટણીકાર્ડ સાથે લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી ૭૯ – જામનગર દક્ષિણના મતદારોને તેમના આધાર નંબર ચૂંટણીકાર્ડ નંબર સાથે લિંકઅપ કરવા માટે બી.એલ.ઓ. શ્રીને જરૂરી સાથ- સહકાર આપવા માટે મતદાર નોંધણી અધિકારી, ૭૯- દક્ષિણ વિ.સ.મ.વિ. અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *