Gujarat

 ગ્રામજનોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગોરખપરા અને વિસાવદરના ખંભાળિયા ગામે  રાત્રીસભામાં ગ્રામજનોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાનો  નિર્દેશ  આપવામાં આવ્યા હતા. 

ગોરખપરા અને ખંભાળિયા ગામે આયોજિત રાત્રી સભામાં વહીવટી તંત્ર દ્રારા ગામમાં જઈને ગ્રામજનોના પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ રાત્રી સભામાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓવિધવા અને વૃદ્ધ નાગરિકોની સંભાળ રાખવા માટે એનએસએપી યોજનાઓ સાથે જિલ્લા વહીવટીતંત્રની નવી પહેલ જેવી કે પિંક કાર્ડગ્રે કાર્ડ વગેરે વિશે  લોકોને માહિતી આપવામાં આવી હતી. અને લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત રેશનકાર્ડ અને અન્ય સેવાઓ માટેની પડતર અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ખેડૂતોને કુદરતી ખેતી અને તેના ઉત્પાદનોના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.

આમમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિદશ મુજબ  અને કલેકટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં રાત્રી સભાના માધ્યમથી  ગ્રામજનોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

Ratri-sabha-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *