*ગુજરાતની પરશુરામ ઇલેવન ટીમ અને રાજસ્થાનની અંબિકા સ્ટાર ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં પરશુરામ ઇલેવન ટીમે વિજય પ્રાપ્ત કર્યો હતો*
યાત્રાધામ અંબાજી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું ૨૧ જાન્યુઆરી ના રોજ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અંબાજી ગામની સ્થાનિક ચાર ટીમ અને રાજસ્થાની માદળી તેમજ ગુજરાતની સુરત , ખેડબ્રહ્મા તથા સિદ્ધપુરની ટ્રીમે ભાગ લીધો હતો અંબાજી ખાતે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ હતી જેમા ફાઇનલ મેચ ગુજરાતની પરશુરામ ઇલેવન , સિધ્ધપુરની ટીમ અને રાજસ્થાનની અંબિકા સ્ટાર , માદડીની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાતની પરશુરામ ઇલેવન સિધ્ધપુરની ટીમે ધમાકેદાર વિજય પ્રાપ્ત કર્યો હતો બ્રહ્મ સમાજના પાલનપુર વિધાનસભાના ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર ક્રિકેટ પ્રેમી અને યુવાનો તથા ક્રિકેટરોનો હસલો વધારવા માટે ફાઇનલ મેચ દરમિયાન હાજર રહ્યા હતા સમસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજનમાં બ્રહ્મ સમાજ ના યુવાનો મોટાભાગે હાજર રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી અને ૭૧૦૦. સો રૂપિયા રોકડ રકમ બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા ઇનામ રૂપે આપવામાં આવી હતી અને ઉપવિજેતા તેમને ટ્રોફી અને ૫૧૦૦ સો રૂપિયા ની રકમ ઇનામ રૂપે મળી હતી અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

