અહેવાલ : નિસાર શેખ મહુધા
મહુધા તાલુકાના ડડુસર પે.સેન્ટર શાળાના 112 વર્ષ પૂર્ણ થયા તેના ભાગરૂપે સ્થાપના દિન ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી.
શાળા ના 112 માં સ્થાપના દિન નિમિત્તે ફન ફેર 2023 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ફનફેર માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી ઉપસ્થિત મહેમાનો,શાળાના શિક્ષકો તેમજ વાલીઓનું મનોરંજન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મદાતાઓ તેમજ ભૂતપૂર્વ શિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં શાળાના આચાર્ય,શાળાના શિક્ષકો,શાળા પરિવાર,વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના જુના દિવસો યાદ કરી શાળાના સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તેમજ પે.સેન્ટર શાળાના 112 માં સ્થાપના દિનની ઉજવણીમાં મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા તથા વિક્રમ રાઓલજી હાજર રહ્યા હતા


