ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9562 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.8399 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,35,757 સોદાઓમાં કુલ રૂ.17,982.95 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9562.29 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8399.3
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,171 સોદાઓમાં કુલ રૂ.4,967.50 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,751ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,845 અને નીચામાં રૂ.56,656 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 વધી રૂ.56,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.256 વધી રૂ.45,595 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.5,554ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,610ના ભાવે ખૂલી, રૂ.93 વધી રૂ.56,662ના સ્તરે
પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,989ના ભાવે ખૂલી,
દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,100 અને નીચામાં રૂ.68,534 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી
રૂ.68,607 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.45 વધી રૂ.68,694 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.63 વધી રૂ.68,693 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,251 સોદાઓમાં રૂ.2,458.21 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.223.20 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.2.40 વધી
રૂ.298ના ભાવ થયા હતા. આ સામે સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,185 સોદાઓમાં કુલ રૂ.2,114.73 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,704 અને
નીચામાં રૂ.6,590 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.76 વધી રૂ.6,696 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.21 વધી રૂ.283.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 529 સોદાઓમાં રૂ.21.85 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.80 ઘટી રૂ.993.70 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,032.19 કરોડનાં
5,336.245 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,935.31 કરોડનાં 280.746 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.582.37 કરોડનાં 8,74,500 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.1,532 કરોડનાં 56441250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.21.85 કરોડનાં 215.64 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,108.304 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 873.507 ટન, ક્રૂડ તેલમાં 569700 બેરલ અને નેચરલ ગેસમાં 47270000
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 462.24 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.21.36 કરોડનાં
272 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,710ના સ્તરે ખૂલી, 27 પોઈન્ટ વધી 15,706ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,399.30 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.891.34 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.84.07 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,020.34 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,402.57
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.215.45 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય
કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.227.80
ખૂલી, ઊપરમાં રૂ.278.60 અને નીચામાં રૂ.227.80 રહી, અંતે રૂ.29.50 વધી રૂ.274.20 થયો હતો. જ્યારે નેચરલ
ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 ખૂલી, ઊપરમાં
રૂ.1.50 અને નીચામાં રૂ.0.15 રહી, અંતે રૂ.0.55 ઘટી રૂ.0.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.60 ખૂલી, ઊપરમાં રૂ.85 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.7
વધી રૂ.65.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.64 ખૂલી, ઊપરમાં રૂ.75 અને નીચામાં રૂ.45.50 રહી, અંતે રૂ.7 વધી રૂ.64 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી
રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,400 ખૂલી, ઊપરમાં રૂ.1,400 અને
નીચામાં રૂ.1,200 રહી, અંતે રૂ.27 ઘટી રૂ.1,223 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.270.90 ખૂલી, ઊપરમાં રૂ.285 અને નીચામાં રૂ.232.30 રહી, અંતે રૂ.34.60 ઘટી
રૂ.237.80 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.9 ખૂલી, ઊપરમાં રૂ.9 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.10 ઘટી રૂ.7 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.280ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.13.10 અને નીચામાં
રૂ.2.15 રહી, અંતે રૂ.17.35 ઘટી રૂ.2.80 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.16 ખૂલી, ઊપરમાં રૂ.16 અને નીચામાં રૂ.7.50 રહી, અંતે રૂ.9.50 ઘટી રૂ.10.50
થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.599 ખૂલી,
ઊપરમાં રૂ.753 અને નીચામાં રૂ.599 રહી, અંતે રૂ.56 ઘટી રૂ.740 થયો હતો.
