મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ યુનિવર્સીટી ના અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર વિભાગના એમ.એડના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા યુવા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બીએડ્ કોલેજ કઠલાલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કબ્બડી, ખો-ખો, વોલીબોલ, સંગીતખુરશી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.


