Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ/એટ્રોસીટીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૦૩/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોકસો એક્ટ કલમ ૧૮ એટ્રોસીટી એકટ કલમ ૩(૨) ૫ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ.સાવરકુંડલા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૨૩/૦૧/૨૦૨૩ નાં રોજ લાઠી તાલુકાના ઠાંસા ગામની સીમ વિસ્તારમાંથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિપુલ મધુભાઇ સોલંકી, ઉ.વ.૩૨, રહે. ભુવા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઈ ટોટા, તથા પો.કોન્સ. નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, રાહુલભાઇ ઢાપા, હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230123-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *