Gujarat

જેતપુરનાં અમરનગર રોડ પર દુકાન માંથી ૨૫ બોટલ દારુ સાથે બે શખ્સો ઝડપાયા

જેતપુરમાં અમરનગર રોડ પર આવેલ જય અલખધણી વાહન લે-વેચની દુકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૨૫ બોટલ સાથે શુભમ અને જશકુ નામના બે શખ્સોને દબોચી રૂા.૭.૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત અનુસાર, જેતપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ વરૂ અને કોન્સ્ટેબલ નિલેષભાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જેતપુરના અમરનગર રોડ પર આવેલ જય અલખધણી નામની વાહન લે-વેચની દુકાનમાં દારૂનું વેંચાણ થઈ રહ્યું હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દુકાનમાં રાખેલ પલંગ નીચેથી અલગ અલગ કંપનીની ૨૫ બોટલ મળી આવી હતી. પોલીસે દુકાન માલીક શુભમ રાજેશ ગેવરીયા (ઉ.૨૫) (રહે. બાંટવા દેવડી, કુંકાવાવ) અને જશકું જીતુ હુદળ (ઉ.૨૪) (રહે. જેતલસર, જેતપુર)ને પકડી રૂા.૭.૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો કયાં સપ્લાયર પાસેથી લાવ્યા તે અંગે પુછપરછ આદરી હતી.

IMG-20230123-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *