ચીફ ઓફિસર ગેરહાજર હોય રજુઆત કરવી કોને..??
વંથલી શહેર માં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ વાળું પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતા આજે વોર્ડ નં 3ની બહેનો નગર પાલિકા કચેરી ખાતે આવી રોષ ઠાલવ્યો હતો. પણ વહીવટી વડા ચીફ ઓફિસર ગેરહાજર હોય બહેનોએ હલ્લાબોલ કરી આક્રમક રજૂઆત કરી હતી.
વંથલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ વાળું પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું હોવાના પગલે પાણી જન્ય અને ચામડી નાં રોગો વધી રહ્યા છે આ માટે જવાબદાર કોણ??? તેવો પ્રશ્ન પૂછી મહિલાઓ એ કચેરીએ હલ્લાબોલ કરી રોષ ઠાલવ્યો હતો.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


