Gujarat

ગાંધીનગર જિલ્લાનાં અનેક વિસ્તારોમાં મધરાતથી કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી

ગાંધીનગર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાનના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે તો અનેક વિસ્તારોમાં કરા પડયા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની અસર જાેવા મળી છે. રાતથી સવાર સુધી જિલ્લાના ઘણા ભાગોમાં છૂટાછવાયા માવઠાથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાળાડિબાંગ વાદળો ચઢી આવ્યા બાદ અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગઈકાલે દહેગામ પંથકમાં છૂટા છવાયો વરસાદ થયો હતો. જ્યારે રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક ભાગોમાં પણ માવઠું થયું હતું. જેની અસર આજ સવારે પણ યથાવત રહી છે. ગાંધીનગરના રાયસણ, કુડાસણ, સરગાસણ તેમજ સેકટર વિસ્તારોમાં માવઠા પડ્યા હતા અને સુસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યા છે. માવઠાના કારણે બટાકા, ચણા, તમાકુ સહીતના અનેક રવી પાકને મોટું નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં વાદળછાયા વાતાવરણના કારણે જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધી શકે છે. હજુ પણ આગામી ૨૪ કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હજુ આવનારા સમયમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી ૪૮ કલાક કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠાની અસર વર્તાશે, ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. ૩૦મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *