Gujarat

બજેટ એ માત્ર ભાષણ જ દેખાઈ રહ્યું છે, કોઈ સચોટ આંકડાકીય માહિતી આપવામાં આવી નથી ઃ કોંગ્રેસ પ્રવક્તા

અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ એ માત્ર ભાષણ જ દેખાઈ રહ્યું છે. કોઈ સચોટ આંકડાકીય માહિતી આપવામાં આવી નથી બજેટની અંદર લોંગ ટર્મ પ્રવચન કહીને માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે. દેશમાં અત્યારે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન એ મોંઘવારી છે અને એ જ પ્રમાણે બીજાે મહત્વનો પ્રશ્ન બેરોજગારી છે. મોંઘવારીને નિવારવા માટે કોઈપણ પ્રકારનું નક્કર આયોજન કરવામાં નથી આવ્યું. જીએસટીના સ્લેબમાં કોઈપણ ઘટાડો કરવામાં નથી આવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતે ઓછા થાય એની કોઈ ચર્ચા કરવામાં નથી આવી. એ જ પ્રમાણે કઈ રીતે રોજગાર સર્જવામાં આવશે અને બેરોજગારોને રોજગારી મળશે તેના નક્કર આંકડાનું કોઈ આયોજન દર્શાવવામાં નથી આવ્યું. આ સંપૂર્ણ બજેટ એ જાણે ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસ માટે બનાવવામાં આવ્યું હોય એવા પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ઇન્કમટેક્સ સ્લેબમાં પણ ચતુરાઈથી જાહેરાત કરવામાં આવી છે હકીકતમાં જાેવા જઈએ તો અઢી લાખ સુધી જે ઇન્કમટેક્સની મર્યાદા હતી એ ત્રણ લાખ કરવામાં આવી છે એટલે કે માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ઇન્કમટેક્સમાં સ્લેબમાં વધારો કરવામાં આવ્યો છે. ૫૦,૦૦૦ નો સ્લેબમાં વધારો એટલે એના પાંચ ટકા માત્ર ૨૫૦૦ રૂપિયાનો ઇન્કમટેક્સ ભરનારને ફાયદો થાય પરંતુ જાહેરાત સાત લાખ રૂપિયા સુધીના ટેક્સમાં નીલ રિટર્ન આવશે તેવી કરવામાં આવી છે. પરંતુ તેની અંદર એ કન્ડિશન રાખવામાં આવી છે કે તમે જાે બચતનું અને બાકીનું બધું પબ્લિક પ્રોવિડન્ટ ફંડની અંદર એલ.આઇ.સી. ની અંદર અને મેડીક્લેમમાં રોકાણ કરો તો તમને સાત લાખ સુધીની આવકનો બેનિફિટ મળશે. આમ, ર્નિમલા સીતારામનનું બજેટ એ કન્ફ્યુઝિંગ બજેટ છે ખેડૂતો માટે એમની આવક વધે એના માટે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. એમ.એસ.પી. ની કોઈ ગેરંટી આપવામાં નથી આવી. નાના અને મધ્યમ ઉદ્યોગો એમ.એસ.એમ.ઈ. કે જે દેશના ગ્રોથ એન્જિનની સૌથી મોટી જવાબદારી છે તેના માટે કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી, માત્રને માત્ર ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’ જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને સપના જ બતાવવામાં આવ્યા છે. આ બજેટ એ આર્યભટ્ટના ‘૦’ ને પણ શરમ આવે તેવું બજેટ છે, કેન્સરના દર્દીને ઓપરેશન કરવાના બદલે એન્ટિબાયોટિક દવા આપીને થોડા સમય માટે રાહત મળે એમ માત્ર ભાષણ સાંભળીને જનતાને બે ઘડી આનંદ મળશે પરંતુ નક્કર આયોજનનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *