Gujarat

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના દર્શન

૧૫મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જમ્મુ કશ્મીરના યુવાનોનું એક જૂથે ભાગ લીધો હતો. જેમાં LOC  એટલે કેલાઈનો ઓફ કંટ્રોલની એકદમ નજીક આવેલા ઉરીના ઈમરાન અશરફ અને ગિરનાર સ્પર્ધાનો પાંચ વખતનો વિજેતા રહેલ લાલા પરમારનું એક અનોખું યારાના‘ જોવા મળ્યું હતું.

     ગિરનાર સ્પર્ધા પૂર્ણ કર્યાં બાદ સ્પર્ધકો રિલેક્સ થઈ રહ્યા હતા. જેમાં ઉરીના ઈમરાન અશરફની નજર ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં છેલ્લા કેટલાક વર્ષોથી અનબિટેન‘ રહેલ જૂનાગઢના લાલા પરમાર પર નજર પડે છે. ત્યારે ઈમરાન લાલાના ઘુઘરાળા વાળ જોઈને કહે છે કે, “બુરા ન  માનો તો એક બાત કહું… તુમ બિલકુલ લસિત મલિંગા લગ રહે હો…” જેમાંથી બંને વચ્ચે વાતનો સિલસિલો આગળ વધે છેત્યારે હાજર એક સ્પર્ધકે કહ્યું કેલાલા પરમાર ગિરનાર સ્પર્ધામાં પાંચ વખત વિજેતા રહેલ છેત્યારે લાલા પરમારની આ સરળતા અને સહજતા જોઈ ઈમરાનના મનમાં ખૂબ સન્માનનો ભાવ જાગ્યો.

    ઈમરાન કહે છે કેલાલા સાથે પ્રથમવાર તો વાત કરવામાં કચવાટ અનુભવ્યો. ગિરનાર જેવી કઠિન સ્પર્ધામાં પાંચ વખતનો ચેમ્પિયન છેછતાં તેનામાં જરા પણ અભિમાન કે ગુરુર જોવા મળ્યું નહીં. સાથે જ લાલો દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત-મોટીવેટ પણ કરે છે. આજે લાલા ઉપર અમને ગર્વ છે અને તેના જેવા યુવાનો દેશનું નામ રોશન કરે છે.

    ઈમરાન લાલાની પ્રશંસા કરતા એક શાયરી કહે છે કે,

 

ગલે મેં ડાલે ઉસેમાલા કહેતે હૈ,

કમ્પિટિશન કરનેયહા ઓલ ઇન્ડિયા સે આતે હૈ,

પર જીતતા હૈઉસે લાલા કહેતે હૈ,

    ગિરનાર આરોહણ-અવરોહણ કઠિન સ્પર્ધામાં ભાગ લેવો જ એક ખૂબ મોટી વાત છે. આમ, પણ જીતવા માટે હારવું પડે છે અને તેના પછીનો તબક્કો છે શીખવાનો. આ વખતે એક ટૂંકા ગાળાના સમયમાં ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી થયું હતું. પૂરતી તૈયારીઓ કરવાની તક ન મળી હતી. પરંતુ અમે ફરી આવીશું અને જીતવાનો પ્રયાસ કરીશું. તેમ જણાવતા ઈમરાન તેના શાયરના અંદાજમાં કહે છે કે,

ગિરતી હૈ શાહ સવારીજંગે એ મેદાન મૈ,

વો તિફ્લ ક્યાં ગિરેજો ઘૂંટનો કે બલ ચલે…

                ઈમરાને કહ્યું કેઅમે અહીંયા આવીને ગિરનાર સર કરવાની કોશિશ કરી છે અને સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી છે. આ સાથે દેશભરમાંથી ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. અને યુવાનોને ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.

        મંગલનાથ આશ્રમના પરિસરમાં ઈમરાન અને લાલાની આ મુલાકાત બાદ ઘણાં સ્પર્ધકો એકઠા થઈ ગયા હતા. આ હળવા વાતાવરણમાં કશ્મીરથી આવેલા અન્ય સ્પર્ધકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ હિન્દી ફિલ્મોના ગીત રજૂ કરી એક સમા બાંધ્યો હતો.

આમઆ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા માત્ર એક સ્પર્ધા ન બની રહેતા તેમાં એક ભારતશ્રેષ્ઠ ભારતના‘ ના દર્શનની સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ જોવા મળ્યું હતું.  

આ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોએ વહેલી સવારે ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *