નવી દિલ્હી
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી આઇપીએલ ટી૨૦ લીગની ૫૦મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ચેન્નઇની ટીમે પાંચ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૧૯.૪ ઓવરમાં સાત વિકેટે ૧૩૯ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. આ વિજય સાથે દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે પહોંચી ગઇ છે. ચેન્નઇ બીજા ક્રમે સરકી ગઇ છે. રનચેઝ કરનાર દિલ્હીની ટીમ માટે ઓપનર શિખર ધવને ૩૫ બોલમાં હાઇએસ્ટ ૩૯ રન બનાવ્યા હતા. ઇનિંગના અંત ભાગમાં શિમરોન હેતમાયરે ૧૮ બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર વડે અણનમ ૨૮ રન બનાવીને ટીમનો વિજય નિિૃત કર્યો હતો. ધવને વર્તમાન આઇપીએલમાં ૫૦૦ રન પૂરા કર્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજાે બેટ્સમેન બન્યો હતો. ચેન્નઇ માટે જાડેજાએ ૨૮ રનમાં બે તથા શાર્દુલ ઠાકુરે ૧૩ રનમાં બે વિકેટ ઝડપી હતી. અગાઉ ચેન્નઇના મોટા ભાગના બેટ્સમેનો સારી શરૃઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યા નહોતા. ગાયકવાડે ૧૩, ડુ પ્લેસિસે ૧૦ તથા રોબિન ઉથપ્પાએ ૧૯ રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ ૪૩ બોલમાં અણનમ ૫૫ રન બનાવ્યા હતા
