ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ (ઉચ્ચ શિક્ષા સંવર્ગ) જૂનાગઢ દ્વારા ‘કર્તવ્ય બોધ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ દેશ હંમે દેતા હૈ સબ કુશ ,હમ ભી કુછ દેના શીખે’ ગાનથી થયો ત્યારબાદ કોલેજના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક સંઘ,ગુજરાતના ઉપાધ્યક્ષ ડૉ.બલરામ ચાવડાએ ઉપસ્થિત સહુ મહેમાનો ને શબ્દોથી આવકારી માનવ જીવનમાં કર્તવ્ય બોધની અગત્યતા મૂકી સમગ્ર કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી કાર્યક્રમને યોગ્ય રીતે વિદ્યાર્થીઓના માનસમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો.
ખાસ કરીને બે મહાન વ્યક્તિઓ પૂ.સ્વામી વિવેકાનંદજી અનેશ્રી સુભાષચંદ્ર બોઝના જીવન કાર્યને સાંકળી વિદ્યાર્થીઓને કર્તવ્ય બોધ અંગે શૈક્ષિક સંઘના જીતુભાઈ ખુમાણ અને મંત્રીશ્રી શ્રી જયદેવભાઈ શીશાંગીયાએ પોતાની લાક્ષણિક શૈલીમાં રસપ્રદ રીતે કર્તવ્ય બોધ અંગે અવગત કરાવી સૌને કર્તવ્ય નિભાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બંને વક્તાઓનું ‘કુટુંબ પ્રબોધન ગ્રંથ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો. ડો. કૌશિકરાય પંડ્યાએ કરી પ્રસંગને દીપાવ્યો હતો. આ કાર્યકમમાં સ્થાનિક કોલેજોના અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રહિતના કાર્યક્રમો યોજવા માટે ગુજરાત પ્રાંત અધ્યક્ષશ્રી રોહિતભાઈ દેસાઈ અને શ્રી પ્રજ્ઞેશભાઈ શાહે સહુને અભિનંદન પાઠવ્યા હતા.


