108 ઈમરજન્સી સેવાના કર્મીઓ અવારનવાર નિષ્ઠાની મિસાલ પૂરી પાડતા હોય છે 108 ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણ રક્ષક બનીને કરોડો લોકોનો જીવન બચાવમાં પ્રખ્યાત છે અને 108 એ પણ તેની સેવાથી પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવેલ છે તેમની આ અપ્રીતમ સેવાના મૂળ માં તેમના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે આવી કર્તવ્ય અને પરાયણતા ના બે કિસ્સા હાલમાં સામે આવ્યા છે
જેમાં વજેસીયા ગામ પાસે એક ઇકો કારનું અકસ્માત થયેલ જેમાં દર્દી પાસેથી ₹35,000 ની રોકડ રકમ મળેલ જે દર્દીના સગાને સુપ્રત કરી પાવી જેતપુર 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ ઇએમટી કમલેશ ભાઈ રાઠવા તથા જગદીશભાઈ રાઠવા એ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું તથા બીજો કિસ્સામાં એક ટ્રક મધ્યપ્રદેશ થી આવતાં અંબાલા ગામ પાસે અકસ્માત થયેલ ડ્રાઈવર અને કન્ડક્ટર બે જણા હતા એમાં ડ્રાઈવર ને કમ્મર માં ઇજા થયેલ એમની જોડે રોકડ રૂપિયા ૧૭૩૦૦ અને મોબાઇલ ગાડી માંથી સોધી દર્દીના સગાને સુપ્રત કરી 108 અંબાલાના સ્ટાફ ઇએમટી જીનકાભાઈ રાઠવા તથા ફરહાદભાઈ પઠાણ ઈમાનદારી નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


