લોકોને વ્યાજના ચૂંગલ માંથી બચાવવા માંગરોળ પોલીસનો અનેરો પ્રયાસ
માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ૧૩ ફેબ્રુઆરી સોમવારના રોજ સાંજે ૫ કલાકે લોન ધિરાણ અને માર્ગદર્શન માટેના કેમ્પનું આયોજન કરાયું છે.
જેમાં સામાન્ય નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા તેમજ નાણાં ધીરનાર કાયદાઓથી લોકોને માહિતગાર કરાશે.
જેના ભાગરૂપે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સંકલન માં રહી માંગરોળ પોલીસ દ્વારા લૉન ધિરાણ મેળો તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે.
આ કેમ્પમાં લાભ લેવા નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર સાહેબ અને માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસ.એ.સોલંકી સાહેબ દ્વારા લોકોને હાજર રહી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
