Gujarat

ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન હિંમતનગરમાં આવેલ સાબર સ્ટેડિયમમાં યોજવામાં આવ્યું

હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સાબર સ્ટેડિયમમાં ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ નું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪ જિલ્લાના ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો આમ તો કોચ જુઝારસિંહ દર વર્ષે ચેમ્પિયન કરાટે ખેલાડીઓનું આયોજન કરતા હોય છે આ પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું જાણવા મળે છે કે જે ખેલાડીઓ જીતશે તેઓ નેશનલ માં ભાગ લેવા જશે આમ અલગ અલગ જિલ્લામાંથી જે ખેલાડીઓનું સિલેક્શન થયું છે તે ખેલાડીઓ અત્રેના સ્ટેડિયમમાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ની ઉપસ્થિતિમાં જે ખેલાડીઓ વિજેતા બન્યા હતા તેમને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત પણ કર્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા ૩૫ ખેલાડીઓને સેન્ટર ઓફ સિલેક્શન માટે તૈયાર કર્યા છે જે ખેલાડીઓ વિજેતા થયા છે તે નેશનલ માં ભાગ લેવા જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *