આશાસ્પદ યુવાન છ દિવસ પહેલાં ગુમ થઈ જતાં પરીવારજનો શોધખોળ કરતાં હતાં. હત્યાની આશંકા..
પોલીસ અધિકારી ના.મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો.
ઉના – ઉના શહેરના કોટ વિસ્તારમાં રહેતાં મુસ્લિમ શ્રમજીવી પરીવારનો આશાસ્પદ યુવાન છ દિવસ પહેલાં અચાનકજ ગુમ થઇ
જતાં તેના પરીવાર દ્વારા શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં. અને અચાનક ઉના નજીકના તપોવન પાટીયા પાસે નવા બની
રહેલાં ઓવરબ્રિજ ઉપર વિકૃત કોહવાયેલી હાલતમાં ગુણીયામાં ઢાકેલ મૃતદેહ પડયો હોવાની પોલીસને જાણ થતાં ઉના પોલીસ
અધિકારી તેમજ ના.મામલતદાર તથા પરીવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પંચનામું કરીને લાશને પી એમ માટે જામનગર
ફોરેન્સીક લેબમાં મોકલાવવામાં આવેલ છે. આ યુવાન ગુમ થઈ ગયાં બાદ તેની હત્યા કરાયેલ હોવાની મરનારનાં પિતાએ શંકા વ્યક્ત
કરી હતી.
કોટ વિસ્તારમાં રહેતાં ઈમ્તિયાઝભાઈ કાઝીના પુત્ર અલફાજ ઉવ ૧૮ ગત મંગળવારે રાત્રીના સમયે વડલા ચોક વિસ્તારમાં
આવેલી રેંકડી પર કામ કરીને રાત્રીના દશ વાગ્યાનાં સમયે પોતાની બાઈક લઈને નિકળેલ હતો. અને અચાનકજ ગુમ થયેલ તેના પાસે
રહેલાં મોબાઈલ ઉપર ફોન કરતાં બંધ આવતો હોય તેની શોધખોળ કરી હતી. પરંતુ તપાસ દરમ્યાન નહિં મળતા પિતા
ઈમ્તિયાઝભાઈ દ્વારા પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન મુસ્લિમ યુવાનનો વિકૃત કોહવાયેલી હાલતમાં મૃતદેહ ગીરગઢડા
બાયપાસ નજીક પુલ ઉપર પડેલ હોવાનું બહાર આવતા પોલીસ તેમજ ના.મામલતદાર હેમીનાબેન પટેલ ઘટના સ્થળે પડેલી લાશને
પી એમ માટે ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકના સગા સંબંધી પરીવારજનો અને લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા. આ યુવાનના પિતા દ્વારા હત્યાની
આશંકા વ્યક્ત કરાઈ હતી. હાલ લાશને પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ યુવાન પાસે રહેલી બાઈક અને મોબાઈલ પણ
મળી આવેલ નથી યુવાન સાથે કોણ હતું ક્યાં કારણોસર આ બાયપાસ ઉપર શું લેવાં ગયેલ હતો ?? તે તપાસનો વિષય બની રહ્યો છે.
આશાસ્પદ યુવાનના મોતનાં સમાચાર તેનાં ઘરે પહોંચતા પરીવારજનો પણ શોક ફેલાયેલ છે. મરનાર યુવાનની લાશને ગુણીયા
ઢાકી દેવાયેલ હતો. અને ગુણીયા પવનનાં કારણે ઉડી જતાં આ લાશ પઙી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના સ્થળે આજુબાજુના
વાડી વિસ્તારના લોકોની અવર જવર રહે છે. પરંતુ મૃતદેહના ઉપર રોડ પર પડેલાં ગુણીયા વીટી દેવાતા લાશ કોહવાયેલી હાલતમાં
વિકૃત હાલતમાં હોવાથી દુર્ગંધને ફેલાયેલ હતી. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.


