સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલે સાવરકુંડલા શહેરમાં આવેલ રિધ્ધી સિધ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ, વિજયસિંહ વાઘેલા, રાજેશભાઈ નાગ્રેચા, જયસુખભાઇ નાકરાણી, મયુરભાઈ ખાચર, મયુરભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, સંદીપભાઈ ભટ્ટ, અનીરૂધસિંહ રાઠોડ, ચંપુભાઇ ધાધલ, નિરજભાઈ ત્રિવેદી, રવિન્દ્રભાઈ ધંધુકિયા, રજાકભાઈ ભટ્ટી, કમલેશભાઈ રાનેરા, ગૌતમભાઈ સાવજ, કેતનભાઈ કેસુર, હરેશભાઈ બોરીસાગર, અનિલભાઈ ગોહિલ, ગીરીશભાઈ નાંદોલિયા, દેવિપ્રસાદભાઈ હરિયાણી, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, સંગઠનના તમામ હોદેદારો, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ,પાર્ટીના આગેવાનો તેમજ સાવરકુંડલાના તમામ નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા.


