Gujarat

ગાગડીયો નદી પર ચાલી રહેલ જળસંચય અભિયાન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની મુલાકાત લેતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર દ્વારા ગાગડીયો નદી પર થઈ રહેલ કામગીરી થી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પ્રભાવિત થયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ચાલી રહેલ જળ સંચય કામગીરી બિરદાવી અને શુભેચ્છા પાઠવી હતી દેવળીયા થી લઈ લીલીયા ના ક્રાકચ સુધી ગાગડીયો નદી ઊંડી ઉતારવા ધોળકિયા ફાઉન્ડેશન અને હરિકૃષ્ણ કંપનીના માલિક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળસંચય અભિયાન 56 કી.મી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ છે આ અભિયાન પાછળ સાત વર્ષથી દિન રાત ચાલી રહેલ છે જેને લઇ 50 કરતાં પણ વધારે ગામોમાં નોંધનીય પાણી સ્ત્રોતમાં વધારો થવા પામેલ છે જેને લઇ સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ નદી પર ચાલી રહેલ જલ સંચય કામગીરી ની મુલાકાત લીધી હતી ધોળકિયા ફાઉન્ડેશન અને હરિકૃષ્ણ કંપનીના માલિક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગાગડીયો નદી પર કામગીરી અને અભિયાન થી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની કામગીરી બિરદાવી અને પીઠ થાબડી શુભેચ્છા પાઠવી હતી આ તકે ભીખા ભાઈ ધોરાજીયા  ગૌતમભાઈ વિછીયા ઉધોગપતિ વલ્લભભાઈ નટુભાઈ વસોયા મનોજભાઈ જોશી કનકભાઈ પટેલ ભુપતભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ જણાવ્યું હતું કે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ ગાગડીયો નદી પર કામગીરી કરેલ છે તે જળક્રાંતિનું મહા અભ્યાન કહી શકાય ગાગડીયો નદી પર થયેલ જળ સંચય ની કામગીરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ ગણાવી હતી પદ્મશ્રી સવજીભાઈ દ્વારા થઈ રહેલ જળ સંજય કામગીરીથી સમગ્ર વિસ્તાર નંદનવન બની જશે એવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230215-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *