Delhi

ઓનલાઈન સ્ટોર પરથી ૧૨ હજારનું ટૂથબ્રશ મંગાવ્યું, બોક્સ ખોલતાં જ મસાલો નીકળ્યો!..

નવીદિલ્હી
સ્માર્ટફોને આપણો શોપિંગ અનુભવ પણ બદલી નાખ્યો છે. હવે લોકો ઘણીવાર ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાનું વધારે પસંદ કરે છે. ગ્રાહકોને આકર્ષવા માટે, છદ્બટ્ઠર્ડહ, હ્લઙ્મૈॅાટ્ઠિં જેવી શોપિંગ સાઇટ્‌સ પણ ઘણી રીતે ઑફર્સ લાવે છે. પરંતુ અનેક વખત સુવિધાના બદલે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ઘણી વખત એવું બને છે કે, આપણે કોઈ વસ્તુનો ઓર્ડર આપીએ છીએ અને તેના બદલે બીજી કોઈ વસ્તુ આપણને મળતી હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો એમેઝોનમાં સામે આવ્યો છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર જ્રહ્વટ્ઠઙ્ઘટ્ઠજજકર્ઙ્મુીહ્વિહ્વઅ નામના ટિ્‌વટર યુઝરે છદ્બટ્ઠર્ડહ પર પોતાના શોપિંગ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વાસ્તવમાં, ગ્રાહકે છદ્બટ્ઠર્ડહ પરથી ૧૨,૦૦૦ રૂપિયામાં ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ ડિલિવરીમાં તેને બ્રશને બદલે મસાલાનું પેકેટ મળ્યું. હવે ગ્રાહકનો દાવો છે કે, આ બાબતને ૧ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણો શું છે બનેલી સમગ્ર ઘટનાનો મામલો.. ટિ્‌વટર યુઝર જ્રહ્વટ્ઠઙ્ઘટ્ઠજજકર્ઙ્મુીહ્વિહ્વઅ કહે છે કે, તેની માતાએ એક મોંઘી ટૂથપેસ્ટ મંગાવી હતી. ઓર્ડર ડિલિવરી પર રોકડ હતો. તેણે શોપિંગ પ્લેટફોર્મ પર જે ખરીદદારને પસંદ કર્યો હતો તેણે બ્રશની કિંમત અન્ય કરતા સસ્તી રાખી હતી. જ્યારે તેણે પેકેટ મેળવ્યું, ત્યારે તેને ખૂબ જ હલકો લાગ્યું. તેને ખોલતાં જ બ્રશને બદલે મસાલાનું પેકેટ નીકળ્યું. હવે ટિ્‌વટર યુઝરે આ મામલે એક ટિ્‌વટ કર્યું છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘છદ્બટ્ઠર્ડહ, તમે આવા સેલરને કેમ હટાવ્યા નથી જે એક વર્ષથી વધુ સમયથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. મારી માતાએ ૧૨ હજારમાં બ્રશ મંગાવ્યો હતો, બદલામાં સ્ડ્ઢૐ મસાલાનો બોક્સ મળ્યો હતો. અમને જાણવા મળ્યું છે કે, આ વિક્રેતાએ ઘણા ગ્રાહકો સાથે આવી જ છેતરપિંડી કરી છે. મારી માતાએ કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ જે ગ્રાહકોએ પહેલેથી જ ચૂકવણી કરી દીધી છે તેમને હજુ સુધી તેમના પૈસા મળ્યા નથી. એમેઝોનને ટેગ કરતાં યુઝરે લખ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે એક વર્ષથી વધુ સમય માટે તમે આવા વિક્રેતાને તમારા પ્લેટફોર્મમાં સ્થાન આપ્યુ.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *