Gujarat

વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે બનેલા વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરાયું

વડોદરા
વડોદરાના વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ ૧૦૦ કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજાે બનાવી તેના ઉપર બનાવી દેવામાં આવેલા “વ્હાઇટ હાઉસ” નામથી જાણીતા વિશાળ બંગલોને તોડી પાડવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ૫ ડુપ્લેક્ષ તોડી પડાયાં હતાં અને બાદમાં વ્હાઇટ કાઉસની કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી. જાેકે, હાઇકોર્ટે સ્ટે આપતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ કહ્યું હતું કે, આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોવાથી તમને રક્ષણ આપી શકાય તેમ નથી. જેથી કોર્ટે અરજી કાઢી નાખી હતી. બાદમાં વ્હાઇટ હાઉસને તોડી પડાયું હતું. વ્હાઇટ હાઉસ ૧૦ હજાર સ્કવેર ફૂટમાં બન્યું હતું. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ આશિષ મોદીએ જણાવ્યું હતું કે, સરકારી વકીલના કહેવા પ્રમાણે હાઇકોર્ટે ૨.૩૦ વાગ્યા સુધી સ્ટેટસ સ્કો આપવામાં આવ્યો છે. જેથી ૨.૩૦ વાગ્યા સુધી કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. સ્થળ પર પહોંચેલા ભૂમાફિયા સંજયસિંહના પુત્ર કુમારસિંહ પરમારે જણાવ્યું હતું કે, દસ્તાવેજ મારાં મમ્મીના નામનો છે. હાઇકોર્ટે બાંધકામ તોડવા સામે સ્ટે આપેલો છે. સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસની બાજુમાં ૧ લાખ ચોરસ ફૂટ જગ્યામાં ડુપ્લેક્ષની સ્કીમ મૂકવામાં આવી હતી. આજે સવારે ૫ જેસીબીની મદદથી ગેરકાયદે બાંધવામાં આવેલાં ૫ ડુપ્લેક્ષ તોડી પાડવામાં આવ્યાં હતાં, ત્યારબાદ વ્હાઇટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. ૧૦૦ કરોડની જમીન ખાલી કરાવવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોનાં ટોળાં પણ ઊમટી પડ્યાં હતાં. ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જીઇબી દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ડેપ્ચુટી ટીડીઓ મયંક પટેલે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર જે દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. તે પ્રમાણે જ સરકારી પ્રોસેસ પૂર્ણ કરીને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. મળેલી માહિતી પ્રમાણે વ્હાઇટ હાઉસ નામનો બંગલો આજે તોડવામાં આવનાર હોવાની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો. તે સાથે બંગલામાં રહેતા લોકોએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરતા વિસ્તારમાં ચર્ચાએ વધુ જાેર પકડ્યું હતું. કુતૂહલવશ લોકોના વ્હાઇટ હાઉસ પાસે ટોળાં વળી ગયાં હતાં. કેટલાક લોકોએ મોબાઇલમાં વ્હાઇટ હાઉસના ફોટા અને વીડિયો ઉતાર્યો હતો. આ જમીન સંપૂર્ણ પણે સરકાર હસ્તક પુનઃ લઇ લેવામાં આવશે. નોંધનીય છે કે, ભૂમાફિયા સંજયસિંહ પરમાર સામે અન્ય સરકારી જમીનના પણ બોગસ દસ્તાવેજાે બનાવી કબજાે જમાવી દીધો છે. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં અન્ય જમીન કૌંભાડમાં પણ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *