Maharashtra

પાકિસ્તાન તો શું ૈંઝ્રઝ્ર પણ મ્ઝ્રઝ્રૈંનું કઇ નહી બગાડી શકે ઃ શાહિદ આફ્રિદી

મુંબઇ
એશિયા કપ ૨૦૨૩નું આયોજન આ વર્ષે સપ્ટેમ્બરમાં થવાનું છે. એશિયા કપ ૨૦૨૩ની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ હવે અહીં ટુર્નામેન્ટ યોજવી મુશ્કેલ લાગે છે. હાલની સ્થિતિને જાેતા એશિયા કપને પાકિસ્તાનથી અન્યત્ર રમાડવામાં આવશે. ભારતીય ટીમે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવવા સામે વાંધો ઉઠાવ્યો છે, ત્યારબાદ હવે એશિયા કપનું આયોજન નવા સ્થળે કરવામાં આવશે. શાહિન આફ્રિદીએ એશિયા કપને લઇ તોડી ચુપ્પી શાહિન આફ્રિદીએ એશિયા કપને લઇ તોડી ચુપ્પી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હવે એશિયા કપ ૨૦૨૩ને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. શાહિદ આફ્રિદીએ સામ ટીવી સાથે વાત કરતા કહ્યું કે પાકિસ્તાને કોઈપણ ર્નિણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ભાવનાત્મક બનીને ક્રિકેટના ર્નિણયો ન લઈ શકાય. જાે પાકિસ્તાન ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવા માંગે છે તો તે શક્ય નથી. શાહિદ આફ્રિદીએ કહ્યું કે એશિયા કપ વિવાદ પર ર્નિણય લેતા પહેલા પાકિસ્તાને તેની અર્થવ્યવસ્થા અને ક્રિકેટ જગતમાં તેની સ્થિતિ પર એક નજર નાખવી જાેઈએ. જાે ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેણે એ વિચારીને વર્લ્ડ કપનો બહિષ્કાર ન કરવો જાેઈએ. જ્યારે તમે તમારા પગ પર ઉભા નથી હોતા ત્યારે આવું થાય છે. તમારે સમજી વિચારીને ર્નિણય લેવો પડશે. જાે ભારત તમને આંખો દેખાડી રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે ભારતે પોતાને તે માટે સક્ષમ બનાવ્યું છે. ઁ શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું કે મને ખબર નથી કે શું ભારત એશિયા કપ માટે પાકિસ્તાન જશે? શું આપણે ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું? આપણે કેટલાક મુદ્દાઓ પર ર્નિણય લેવાની જરૂર છે. અત્યારે પાકિસ્તાન હોય કે આઇસીસી બીસીસીઆઇને કોઈ નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *