“હર હાદસે કેં ૨ પહલું હોતે હૈં, ક્યા હુઆ ઔર કૈસે હુઆ” અને આવી જ એક વાર્તા લઇને આવી રહ્યું છે, એન્ડપિક્ચર્સ. – સુપર સ્ટાર અજય દેવગન, મહાન અભિનેતા અમિતાભ બચ્ચન તથા આકર્ષક રાકુલ પ્રિત સિંઘને ચમકાવતી એક દિલધડક
થ્રિલરને લઇને તૈયાર એન્ડ પિક્ચર્સ, તેના દર્શકોની સામે લઇને આવ્યું છે, પ્રસિદ્ધ ફિલ્મ રનવે ૩૪નું ચેનલ પ્રિમિયર, શુક્રવાર, ૨૪મી ફેબ્રુઆરી સાંજે ૮ વાગે. સાચી ઘટનાથી પ્રેરિત, અત્યંત આકર્ષક વણાંકોથી ભરપૂર રનવે ૩૪એ તમારા દિલના ધબકારા વધારી દેશે!
તમે ક્યારેય જીવન કે મૃત્યુની વચ્ચે ઝોલા ખાતા હોય એવી પરિસ્થિતિમાં આવ્યા છો, જ્યાં તમારે એક એવો ર્નિણય લેવાનો હોય જે ૧૫૦ જીવનનું નસીબ બદલી શકે છે? કેપ્ટન વિક્રાંતએ એક અકલ્પનિય વણાંક લે છે અને તેના મુસાફરીનું જીવન જાેખમમાં મુકવાનો ર્નિણય કરે છે. તો આગળ શું થશે એ જાેવા માટે આ મૂવી તમને કેટલું જકડી રાખશે તે કહેવું જરૂરી નથી. અજય દેવગનએ કેપ્ટન વિક્રાંતનું પાત્ર નિરૂપણ અત્યંત આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કર્યું છે કે, તેમાં તેનું અદ્દભુત પફોર્મન્સ દેખાય આવે છે. વિક્રાંતની સામે સૌથી મોટો પડકાર છે, નારાયણ વેદાંત (અમિતાભ બચ્ચન). વ્યવસાયે વકિલ, નારાયણએ જાણવા મક્કમ છે કે, શું થયું અને કઈ રીતે થયું. ખૂબ જ જકડી રાખતી વાર્તા સાથેનું મૂવી રનવે ૩૪એ તમને પણ જવાબ શોધવા મજબુર કરી દેશે. ‘ક્યા હોંગા ઇસ કેપ્ટન કા અંજામ? જાણવા માટે જૂઓ એન્ડપિક્ચર્સ આ શુક્રવાર ૨૪મી ફેબ્રુઆરી સાંજે ૮ વાગે
