Gujarat

માણસાની સ્કૂલમાં તસ્કરોએ રૂ. ૧.૮૪ હજારનો મુદ્દામાલ ઉઠાવી ફરાર થયા

ગાંધીનગર
માણસામાં આવેલ ડી ડી પટેલ ગુજરાતી અને ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકીને અલગ અલગ તિજાેરીમાંથી ૫૫ હજાર રોકડા તેમજ રૂ. ૧.૩૦ લાખની કિંમતના સીસીટીવીનાં ત્રણ ડીવીઆર ચોરીને તરખાટ મચાવી દીધો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્કુલની પાછળથી સ્કુલની બારી તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી ગુજરાતી મિડિયમ તથા અંગ્રેજી મિડિયમની ઓફિસ બાજુ આવવાનો દરવાજાે તોડી સ્કુલની ઓફિસોમાંથી રોકડ કુલ રૂપિયા ૫૪,૭૮૩ તથા અંગ્રેજી મિડિયમની ઓફિસમાનું એક સી.સી.ટી.વી નું ડિ.વી.આર તથા ગુજરાતી મિડિયમની ઓફિસનું એક સી.સી.ટી.વીનું ડિ.વી.આર તથા સ્ટોરરૂમનું સી.સી.ટી.વી નું ડિ.વી.આર એમ કુલ ત્રણ ડિ.વી.આર કુલ કિ.રૂ.આશરે રૂ. ૧.૩૦ લાખ મળી રૂ. ૧,૮૪,૭૮૩ ની મત્તા ચોરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *