Gujarat

સાળંગપુર હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથે દાડમનો દિવ્ય અન્નકૂટ ધરાવાયો….  

 બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ  શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.25-2-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા 7  કલાકે શણગાર આરતી લાલજી મહારાજ દ્વારા કરવામાં આવેલ. બપોરે 11:15 કલાકે  દાદાને   દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞ પૂર્ણાહુતી સાંજે 5  કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230225-WA0163.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *