Gujarat

જેતપુરમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

જેતપુર શહેર તેમજ તાલુકામાં દિવસેને દિવસે આપઘાતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે.જેતપુરનાં સામા કાંઠા વિસ્તારમાં આવેલ જનકલ્યાણમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આ અંગે જેતપુર સિટી પોલીસે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જલકલ્યાણીમાં રહેતા  અશોક શંભુભાઈ ધરજીયા (ઉં.વ.35) નામના યુવકે આજે બપોરના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેતપુર સિટી પોલીસે યુવકનાં મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

IMG_20230225_151133.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *