Gujarat

સુરેન્દ્રનગરમાં કન્ટેનર સાથે ઈકો કારની ટક્કર, બેના મોત, ૧૧ મુસાફરો ઇજાગ્રસ્ત થયા

સુરેન્દ્રનગર
ચોટીલા રાજકોટ હાઇવે પર બોરિયાનેસ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો કાર સામેથી આવતા કન્ટેનર સાથે ટકરાતા ઇકોમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૧ મુસાફરોને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ૯ મુસાફરોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ચોટીલા પાસે મોરિયાનેસ ગામે રાજકોટથી ચોટીલા તરફ પુરઝડપે આવતી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર ડીવાઇડર કુદીને સામેના રોડ પરથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને હાઇવે પર ચક્કાજામ થઇ ગયો હતો.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *