Gujarat

ડેનમાર્કના પ્રિન્સ-પ્રિન્સેસએ તાજમહેલની સુંદરતા નિહાળી:પ્રેમની નિશાની જોઈ મંત્રમુગ્ધ બન્યા, કલાકારોએ લોકનૃત્ય કરી તેમનું સ્વાગત કર્યું

ડેનમાર્કના પ્રિન્સ ફેડરિક આન્દ્રે હેનરિક અને પ્રિન્સેસ મેરી એલિઝાબેથ રવિવારે આગ્રા પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ હોટલ અમર વિલાસ પહોંચ્યા. અહીં તેમણે થોડો સમય આરામ કર્યો. તે પછી તાજમહેલ અને આગ્રાના કિલ્લાની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે સ્થાનિક ગાઈડ પણ હતા. તેમને તાજમહેલ અને આગ્રાના કિલ્લાની વિશેષતા વિશે જણાવ્યું. આ દરમિયાન તેમણે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. શહેરમાં 5 કલાક રોકાયા બાદ બપોરે 3.15 કલાકે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતાપ્રેમની નિશાની નિહાળી
પ્રિન્સ ફેડરિક અને પ્રિન્સેસ મેરી એલિઝાબેથ રવિવારે સવારે 10.10 વાગ્યે એક વિશેષ વિમાન દ્વારા આગ્રાના ખેરિયા એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્રા, ડીએમ નવનીત સિંહ ચહલ અને પોલીસ કમિશનર ડૉ. પ્રિતેન્દ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું. તેમના સ્વાગત માટે અહીં લોકનૃત્ય યોજાયું હતું. આ પછી તેઓ સવારે 10.30 વાગ્યે સીધા જ હોટલ અમર વિલાસ પહોંચ્યા. અહીં તેઓ લગભગ 10 મિનિટ રોકાયા અને પછી ગોલ્ફ કાર્ટમાં બેસીને 10:40 વાગ્યે તાજમહેલ પહોંચ્યા. તાજમહેલમાં લગભગ પોણો કલાક રોકાયા હતા. ગાઈડ નીતિને તાજમહેલ વિશે માહિતી આપી હતી.તાજમહેલ અને આગરા કિલ્લો બંધ ન થયો રવિવારે પર્યટકો માટે તાજમહેલ ખુલ્લો રહ્યો. સુરક્ષા કારણોસર ઈસ્ટ ગેટ સવારે 10.30થી 12.30 વાગ્યા સુધી માત્ર 2 કલાક એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરવામાં આવી હતી. આ પ્રકારે આગ્રા કિલ્લો પણ પર્યટકો માટે ખુલ્લો રહ્યો. બપોરે 1થી 2 દરમિયાન પર્યટકો માટે એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરવામાં આવી.ભારતના પુરાતત્વ વિભાગના અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. રાજકુમાર પટેલે જણાવ્યું કે ડેનમાર્કના પ્રિન્સ અને પ્રિન્સેસ માટે તાજમહેલ અને આગ્રાના કિલ્લાને બંધ કરવાનો કોઈ આદેશ આવ્યો નથી.
ઉમંગ રાવલ આગ્રા

content_image_5eb60855-c2e7-4c15-9f2f-1963b8d14e50.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *