ફેબ્રુઆરીમાં સોનાનો વાયદો રૂ.1,434 અને ચાંદીનો વાયદો રૂ.5,046 ગબડ્યો
ક્રૂડ તેલનો વાયદો રૂ.104 લપસ્યોઃ નેચરલ ગેસ, કપાસ, કોટન ખાંડીના વાયદા પણ નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,12,337 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,00,078 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1,226 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 28 ફેબ્રુઆરીના મહિના દરમિયાન 1,68,70,477 સોદાઓમાં કુલ રૂ.13,13,642.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,12,337.63 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9,00,078.84 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના ફેબ્રુઆરી મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 38,19,335 સોદાઓમાં કુલ રૂ.2,40,471.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.57,150ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,847 અને નીચામાં રૂ.55,132ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.1,434 ઘટી રૂ.55,756ના ભાવે પહોંચ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,119 ઘટી રૂ.44,434 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.5,552ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,819ના ભાવે ખૂલી, રૂ.1,196 ઘટી રૂ.55,714ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.68,754ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,769 અને નીચામાં રૂ.62,462ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.5046 ઘટી રૂ.63,783ના સ્તરેના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5401 ઘટી રૂ.63,430 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5,395 ઘટી રૂ.63,430ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 4,09,587 સોદાઓમાં રૂ.66,354.75 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.18.95 ઘટી રૂ.206.95 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.24.55 ઘટી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.29.40 ઘટી રૂ.758.20 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.188ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો કિલોદીઠ રૂ.5.20 ઘટી રૂ.209.10, જસત-મિની માર્ચ વાયદો 85 પૈસા ઢીલો રહી રૂ.268.45 અને સીસું-મિની માર્ચ વાયદો રૂ.1.65 ઘટી રૂ.183.05ના સ્તરે બંધ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ફેબ્રુઆરી મહિના દરમિયાન 22,29,463 સોદાઓમાં કુલ રૂ.1,05,134.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો મહિનાના પ્રારંભે રૂ.6,530ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,695 અને નીચામાં રૂ.6,070ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.104 ઘટી રૂ.6,404 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.40 ઘટી રૂ.219ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 4,556 સોદાઓમાં રૂ.376.64 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,595ના સ્તરે બંધ થયો હતો. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,420 અને નીચામાં રૂ.62,800ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.120 ઘટી રૂ.63,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.25.20 વધી રૂ.1041.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.99,158.71 કરોડનાં 1,74,948.747 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,41,313.10 કરોડનાં 21,038.553 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.9,942.69 કરોડનાં 4,59,825 ટન, એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.196.56 કરોડનાં 9,336 ટન, જસતમાં રૂ.17,196.76 કરોડનાં 6,23,310 ટન, જસત-મિનીમાં રૂ.616.23 કરોડનાં 22,781 ટન,તાંબામાં રૂ.36,374.26 કરોડનાં 4,71,052.500 ટન, નિકલમાં રૂ.11.68 કરોડનાં 48 ટન, સીસામાં રૂ.1,997 કરોડનાં 1,08,385 ટન અને સીસું-મિનીમાં રૂ.19.57 કરોડનાં 1,070 ટનનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.50,607.51 કરોડનાં 7,93,53,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.54,527 કરોડનાં 2,65,59,27,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.209.10 કરોડનાં 32928 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.167.51 કરોડનાં 1639.44 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,346.528 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 700.534 ટન, ક્રૂડ તેલમાં 6,38,800 બેરલ અને નેચરલ ગેસમાં 3,84,83,750 એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9504 ખાંડી, મેન્થા તેલમાં 396 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.1,226.31 કરોડનાં 15,819 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,723ના સ્તરે ખૂલી, 579 પોઈન્ટ ઘટી 15,088ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન એમસીએક્સ પર રૂ.9,00,078.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28,462.80 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,397.29 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,61,098.78 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.93,092.98 કરોડનાં કામકાજ થયાં હતાં.
