Gujarat

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ વિભાગના ચેરમેન લીલાબેન રાઠવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની તમામ કિશોરીઓ માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના સશક્ત અને સુપોવીત કિશોરી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડીના બહેનો તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ વિભાગના ચેરમેનની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય શર્મિલાબેન રાઠવા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારૂલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપુત સહિતના સીડીપીઓ તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230301-124307.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *