Gujarat

હરવાંટ પ્રાથમિક શાળામાં 70વર્ષ પૂર્ણ થતા શાળામાં સ્થાપના દિન ઉજવાયો.

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત હરવાંટ પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના 70 વર્ષ પૂર્ણ થતા તારીખ 1 -3- 2023 ને બુધવારના રોજ શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સાથે ધોરણ એક થી આઠ ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરીને પોતાની કલા પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. શાળાના આચાર્ય જયંતિભાઈ રાઠવા  દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.  શાળાના શિક્ષિકા ઉપાસના બેન ચૌધરી તરફથી તેમના કાર્યકાળ દરમિયાન શાળાએ મેળવેલ સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી. ગામના વડીલ એવા ચેતનભાઇ રાઠવા તરફથી શાળા વિકાસની ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા તરફથી બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે ,અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ખૂબ આગળ વધે શાળાનું,ગામનું નામ રોશન કરે તેવી સ્થાપના દિનના દિવસે આશીર્વાદ આપ્યા હતા. રાયસીંગપુરા ગ્રુપના સી.આર.સી કોઓર્ડીનેટર પિયુષકુમાર ચાવડા તરફથી શાળાએ કરેલી પ્રગતિની ચર્ચા સાથે બાળકોના વાલીઓને બાળકો નિયમિત આવે શાળાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધે તે અંગે માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગને શોભાયમાન બનાવવા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ રાઠવા ,એસએમસી  અધ્યક્ષ અને સભ્યોઓ ,ગ્રામજનો તાબાની શાળાઓના મુખ્ય શિક્ષક અને શિક્ષક ભાઈઓ બહેનો, ગામના વડીલો ઉપસ્થિત રહી શાળા કક્ષાએ કેક કટીંગ કરી પ્રીતિ ભોજન પણ લીધું હતું. ગામના શિક્ષિત યુવાન ઈર્શાદભાઈ પટેલ તરફથી શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ તેઓ શાળામાં ભણેલ હોય શાળાના વિશે માહિતગાર કર્યા હતા . આ તબક્કે સર્વે પબ્લિક સેવા ટ્રસ્ટ ના પ્રમુખ આકાશભાઈ તથા સત્ય ઓમ સેવા ટ્રસ્ટી રાહુલભાઈ ઉપસ્થિત રહી હરવાંટ પ્રાથમિક શાળાના બાળકોને 500 નંગ ચોપડાઓનું વિતરણ કર્યું હતું .સાથે બાળકો માટે નાસ્તાનું પણ આયોજન કર્યું હતું .આમ સર્વે પબ્લિક સેવા ટ્રસ્ટ તથા સત્યમ સેવા ટ્રસ્ટ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા વડોદરા થી ઉપસ્થિત રહ્યા હતા. ગામના શિક્ષિત યુવાન રાજેશભાઈ રાઠવા તથા શાળાના શિક્ષિકા અમૃતાબેન રાઠવા તરફથી ઉપસ્થિત તમામ મહાનુભવોનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230301_162356.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *