Gujarat

તાલીમાર્થીઓને સર્ટિફિકેટની સાથે ટુલ કીટ વિતરણ કરાઈ

જૂનાગઢમાં નારિયેળ વિકાસ બોર્ડની કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સયુંકત ઉપક્રમે જિલ્લામાં પ્રથમ વખત ૬ દિવસીય ‘કોકોનેટ હેન્ડીક્રાફ્ટ બેઝિક ટ્રેનિંગ પ્રોગ્રામ’ નું તા.૨૩ થી ૨૮  ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.

 નારિયેળ વિકાસ બોર્ડની ઓફિસ-બહુમાળી ભવન ખાતે આયોજિત આ તાલીમમાં ગ્રામીણ અને શહેરની મહિલા સ્વ-સહાય જૂથના  કુલ ૧૫  બહેનોને  ૬ દિવસ સુધી તાલીમ મેળવી સૂકા નારિયેળની કાચલી (ખોપરા) માંથી  વેસ્ટમાંથી બેસ્ટ અવનવી પ્રોડક્ટ જેમાં પૂજાપાઠની વસ્તુઓ, હોમ ડેકોરેશન, પેન બોક્સ, કાર્ડ બોક્સ, મોબાઈલ સ્ટેન્ડ, કપ, જાર, ફુલદાની, સાબુ સ્ટેન્ડ, આઈસ્ક્રીમ કપ  સહિતની અનેક ઈકો ફ્રેન્ડલી-પ્રાકૃતિક વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી.
આ ૬ દિવસીય તાલીમમાં જૂનાગઢ જિલ્લાની ૧૫ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બિહારથી હેન્ડીક્રાફ્ટ એક્સપર્ટ ટ્રેનર નિકુંજ બિહારી પાસેથી નાળિયેરની કાચળીમાંથી અનેકવિધ હસ્તશિલ્પની  વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી. આ બહેનો આગામી સમયમાં આ હસ્તકળાની મદદથી વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરી શકે તેમને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે નારિયેળ વિકાસ બોર્ડ અને ડીઆરડીએ દ્વારા પ્રયાસો હાથ ધરાશે. જે મહિલા સ્વસહાય જૂથો માટે આજીવિકાનો એક નવો સ્ત્રોત બની રહેશે .

આ સફળ તાલીમ કાર્યક્રમના સમાપન સમારોહમાં જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીસ નિયામક શ્રી  પી.જી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એચ. વાઢેર, સીડીબી દિલ્હીથી શ્રી જયકુમાર અને ડી.એલ. એમ. શ્રી કિરણ વ્યાસ સહિતના મહાનુભાવો દ્વારા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને ટુલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .

         સમગ્ર તાલિમ કાર્યક્રમને સફળ બનાવવા નારિયેળ વિકાસ બોર્ડ જૂનાગઢના  ટેક્નિકલ ઓફિસર  શ્રી રાઘવેન્દ્ર  અને ડીઆરડીએના એપીએમ અર્જુન ક્રિષ્ન આહિર દ્વારા સંચાલન કરવામાં  આવ્યું હતુ.

mahila-talim3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *