નેચરલ ગેસ, કોટનમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં
કોમોડિટી વાયદાઓમાં રૂ.7143 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10970
કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,46,559 સોદાઓમાં કુલ રૂ.18,128.28 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7143.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10969.84 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 60,058 સોદાઓમાં કુલ રૂ.3,496.21 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.55,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,889 અને નીચામાં રૂ.55,627 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 વધી રૂ.55,835ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.57 વધી રૂ.44,492 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,502ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,990ના ભાવે ખૂલી, રૂ.187 વધી રૂ.55,901ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,000ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.64,301 અને નીચામાં રૂ.63,752 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 વધી
રૂ.63,862 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.147 વધી રૂ.64,984 અને ચાંદી-માઈક્રો
એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.147 વધી રૂ.64,992 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,156 સોદાઓમાં રૂ.1,811.65 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.2.45 વધી રૂ.211.40 અને જસત માર્ચ વાયદો રૂ.3.95 વધી રૂ.272ના
ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.50 વધી રૂ.774.10 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી
રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,101 સોદાઓમાં કુલ રૂ.1,825.56 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,407ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,431 અને નીચામાં
રૂ.6,302 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.94 ઘટી રૂ.6,310 બોલાયો હતો, જ્યારે નેચરલ
ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.30 વધી રૂ.227.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 153 સોદાઓમાં રૂ.9.98 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,500 અને નીચામાં
રૂ.63,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.63,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8 ઘટી રૂ.1039.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,617.40 કરોડનાં
2,898.434 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,878.81 કરોડનાં 289.199 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.987.22 કરોડનાં 15,52,400 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.838 કરોડનાં 36531250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.3.35 કરોડનાં 528 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.63 કરોડનાં 63.36 ટનનાં કામકાજ થયાં
હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,531.889 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 692.021 ટન, ક્રૂડ તેલમાં 944300 બેરલ અને નેચરલ ગેસમાં 36877500
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9504 ખાંડી, મેન્થા તેલમાં 387.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.15.04 કરોડનાં
199 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,100ના સ્તરે ખૂલી, 32 પોઈન્ટ વધી 15,120ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,969.84 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.655.52 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.134.27 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,704.78 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,473.86
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.282.99 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.218.80 અને નીચામાં રૂ.158.10 રહી, અંતે રૂ.41.60 ઘટી રૂ.163.40 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ માર્ચ રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી,
ઊપરમાં રૂ.17 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.4.15 વધી રૂ.15.50 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.376 ખૂલી, ઊપરમાં રૂ.446 અને નીચામાં રૂ.350 રહી, અંતે
રૂ.37 વધી રૂ.427 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.1,650 ખૂલી, ઊપરમાં રૂ.1,834.50 અને નીચામાં રૂ.1,640 રહી, અંતે રૂ.37 વધી રૂ.1,671.50 થયો હતો. સોનું-
મિની માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.356 ખૂલી, ઊપરમાં રૂ.459
અને નીચામાં રૂ.351.50 રહી, અંતે રૂ.45.50 વધી રૂ.448 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.150 ખૂલી, ઊપરમાં રૂ.199.30 અને નીચામાં રૂ.145 રહી, અંતે રૂ.39.60 વધી રૂ.195.60 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50
ખૂલી, ઊપરમાં રૂ.14.50 અને નીચામાં રૂ.10.45 રહી, અંતે રૂ.3.40 ઘટી રૂ.13.40 થયો હતો. સોનું માર્ચ
રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.270 ખૂલી, ઊપરમાં રૂ.289 અને નીચામાં
રૂ.215 રહી, અંતે રૂ.30 ઘટી રૂ.229 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,490.50 ખૂલી, ઊપરમાં રૂ.1,511 અને નીચામાં રૂ.1,335 રહી, અંતે રૂ.133.50 ઘટી રૂ.1,471
થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.258 ખૂલી,
ઊપરમાં રૂ.263 અને નીચામાં રૂ.210 રહી, અંતે રૂ.57 ઘટી રૂ.216.50 થયો હતો.
