તેનું માર્ગદર્શન આપતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુંઓની વૃધ્ધિ થાય છે. અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે. રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો નથી. જયારે પ્રાકૃતિક કૃષિ યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો થતો નથી.
