Gujarat

સાવરકુંડલા શહેરમાં રસ્તાની બાજુની સાઈડમાં ગાયોનું  વૃંદ એક વૃક્ષ નીચે ટાઢે છાયે ગરમીના પ્રકોપથી બચવા માટે આરામ કરે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ ગણીએ તો સાવરકુંડલા શહેરમાં કોમર્શિયલ દબાણ હટાવ ઝૂંબેશ સાવરકુંડલા શહેરના પશુઓ માટે આશીર્વાદ રૂપ સમજવી રહી.. જો કે ઘટતાં જતાં ગૌચર સ્થાને આવી ફાજલ જગ્યાએ આ કાળઝાળ ગરમીમાં આરામથી રોડની બાજુની સાઈડમાં એક વૃક્ષ નીચે આરામ કરતાં ગાયોનું વૃંદ નજરે પડે છે. જો કે આ ડિમોલીશનથી ગરીબ વર્ગ કે જે રોડની સાઈડમાં નાનાં નાનાં પતરાનાં કેબિનો રાખી અને પોતાના પરિવારનું ભરણપોષણ માટે વ્યવસાય કરતાં હતાં તે લોકો ડિમોલીશનને કારણે બેરોજગાર બન્યા.. તેઓના  ઘરનો ચૂલો કેમ સળગતો હશે એ બાબત  ખાલી અખબારી સમાચારની એક બે કોલમ જ બની જતાં હશે કે કેમ? એ પણ એક મનનનો વિષય છે.એક વાત પણ અહીં નોંધવા જેવી છે કે એકનું સુખ બીજાના દુઃખનું કારણ પણ બની જતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *