Gujarat

જેસીઆઈ જેતપુર દ્વારા સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ નું આયોજન

જેસીઆઈ જેતપુર દ્વારા સમગ્ર ગુજરાત સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું આયોજન સ્વ.સવજીભાઈ કોરાટ(પૂર્વ કેબીનેટ મંત્રી) ના સ્મરણાર્થે તા.૩૦-૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ કરવામાં આવેલ છે.
આ સમુહ લગ્નમાં જે વાલીઓ પોતાના પુત્ર-પુત્રી લગ્ન કરવા ઈચ્છતા હોય તે વહેલાસર સમુહ લગ્નનું ફોર્મ ભરી નામ નોંધાવી લેશો. આ ફોર્મ મેળવવા માટે માહી ડેરી, બોખલા દરવાજા, મો.૯૦૨૩૭૯૬૦૭૯, જયદેવ મોબાઈલ, ટેક્ષ્ટસી સ્ટેન્ડ સામે, વોલીબોલ ગ્રાઉન્ડ, મો.૯૮૨૫૨૪૦૪૫૭ ઉપરથી મેળવી લેવુ. ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ, કુપન, જન્મનો દાખલો, બે ફોટા સાથે સાથે લાવવાના રહેશે. વધુ માહીતી માટે પ્રમુખ જેસી બ્રિજેશ ધડુક મો.૯૮૯૮૯૮૦૩૫૮ ઉપર સંર્પક કરવો. PURPOSE
આ સમુહ લગ્નને સફળ બનાવવા માટે જેસીઆઈ જેતપુરના પ્રમુખ જેસી બ્રિજેશ ધડુક, ગુજરાત યુવા ભાજપ ના પ્રમુખ જેસી પ્રશાંતભાઈ કોરાટ ના માર્ગદર્શન હેઠળ પ્રો.ચેરમેન જેસી પિન્ટુ ગજેરા, તેમજ જેસીઆઈ જેતપુરના બધાજ મિત્રો જહેમત ઉઠાવી રહયા છે. તેમ સેક્રેટરી જેસી સાગર રાબડીયાની જણાવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *