Gujarat

ક્રૂડ તેલમાં 8,28,100 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.2નો મામૂલી ઘટાડો

સોના-ચાંદીના વાયદામાં વૃદ્ધિઃ સીસા સિવાયની બિનલોહ ધાતુઓ નરમઃ કોટન-ખાંડીનો વાયદો
રૂ.160 ઘટ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5729 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.10992 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.9 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,12,717 સોદાઓમાં કુલ રૂ.16,729.78 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,728.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10,992.02
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 51,395 સોદાઓમાં કુલ રૂ.3,450.20 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.54,855ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,030 અને નીચામાં રૂ.54,771ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.94 વધી રૂ.55,005ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.33
વધી રૂ.43,975 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.5,433ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,987ના ભાવે ખૂલી, રૂ.73 વધી રૂ.55,028ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.61,997 અને નીચામાં રૂ.61,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.142 વધી રૂ.61,959ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.137 વધી રૂ.62,243 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.124
વધી રૂ.62,248 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,628 સોદાઓમાં રૂ.1,001.07 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.205.95 અને જસત માર્ચ વાયદો રૂ.0.75 ઘટી રૂ.263ના
ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.752.80 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી
રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,043 સોદાઓમાં કુલ રૂ.1,266.79 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,285ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,311 અને નીચામાં
રૂ.6,256ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.2 ઘટી રૂ.6,303 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ
માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.50 વધી રૂ.215.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 135 સોદાઓમાં રૂ.10.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,040 અને નીચામાં
રૂ.62,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.62,880ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.40 વધી રૂ.1040.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,825.84 કરોડનાં
3,323.802 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,624.36 કરોડનાં 262.305 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.521.09 કરોડનાં 8,28,100 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.723 કરોડનાં 33423750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.4.83 કરોડનાં 768 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.79 કરોડનાં 55.8 ટનનાં કામકાજ થયાં
હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,749.765 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 889.807 ટન, ક્રૂડ તેલમાં 1078500 બેરલ અને નેચરલ ગેસમાં 42683750
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9888 ખાંડી, મેન્થા તેલમાં 390.6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.9.08 કરોડનાં 123
લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 14,763ના સ્તરે ખૂલી, કોઈ ફેરફાર વગર 14,799ના સ્તરે સ્થિર
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,992.02 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.763.27 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.153.14 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,031.66 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,042.76
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.197.70 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.140.10 ખૂલી, ઊપરમાં રૂ.151.60 અને નીચામાં રૂ.128.20 રહી, અંતે રૂ.5.90 ઘટી રૂ.144.70 થયો હતો. જ્યારે
સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.96.50 ખૂલી, ઊપરમાં રૂ.110
અને નીચામાં રૂ.72.50 રહી, અંતે રૂ.0.50 વધી રૂ.101.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 ખૂલી, ઊપરમાં રૂ.12.40 અને નીચામાં રૂ.10.10
રહી, અંતે રૂ.1.95 વધી રૂ.11.80 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.912 ખૂલી, ઊપરમાં રૂ.1,045 અને નીચામાં રૂ.896 રહી, અંતે રૂ.11 ઘટી રૂ.1,010 થયો હતો. સોનું-
મિની માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.125 ખૂલી, ઊપરમાં રૂ.129
અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.118.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.146.50 ખૂલી, ઊપરમાં રૂ.168 અને નીચામાં રૂ.136.70 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.140.10 થયો હતો.
જ્યારે સોનું માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.545 ખૂલી, ઊપરમાં
રૂ.569.50 અને નીચામાં રૂ.442.50 રહી, અંતે રૂ.38 ઘટી રૂ.458.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.210ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.80 ખૂલી, ઊપરમાં રૂ.12.65 અને નીચામાં
રૂ.10.40 રહી, અંતે રૂ.2.05 ઘટી રૂ.11.30 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,873 ખૂલી, ઊપરમાં રૂ.1,954 અને નીચામાં રૂ.1,756 રહી, અંતે રૂ.78 ઘટી રૂ.1,778.50
થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.462.50 ખૂલી,
ઊપરમાં રૂ.499 અને નીચામાં રૂ.398 રહી, અંતે રૂ.6.50 ઘટી રૂ.416.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *