Maharashtra

અનુપમ ખેર પોતાના મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા, વાઈરલ વિડીયો જાેઈ ભાવુક થઇ જશો

મુંબઈ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિક પંચતત્વમાં ભળી ગયા છે. આવી સ્થિતિમાં તેમના નજીકના અને પ્રિયજનોની હાલત ખરાબ છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેના બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટર અનુપમ ખેર રડતા જાેવા મળી રહ્યા છે. મૃતદેહ જાેઈને અનુપમ રડી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને જાેઈને ભાવુક થઈ જાય છે. આ સિવાય બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ જાેવા મળી હતી જેમની આંખોમાં સતીશ કૌશિકને ગુમાવવાનું દુઃખ દેખાતું હતું. વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનુપમ રડતા જાેવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે બંનેની મિત્રતા ૪૫ વર્ષ જૂની હતી. અનુપમને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં બેઠેલા જાેઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેકની આંખો ભીની છે. જણાવી દઈએ કે, સતીશ કૌશિકના મૃતદેહને મુંબઈના વર્સોવા શમસાન ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અનુપમ પોતાની આંખોમાંથી સતત વહેતા આંસુને રોકી શકતા નથી અને તેને લૂછી રહ્યા છે. અનુપમ ખેરની આ હાલત લોકો જાેઈ લોકો અંદાજાે લગાવી રહ્યાં છે કે, આ મિત્રતા કેટલી ગાઢ હતી. જાેકે, તેમના મિત્રના જવાથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. આ સાથે જ સલમાન ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ખૂબ જ ભાવુક જાેવા મળી રહ્યો છે. સલમાનની ભીની આંખો સંકેત આપી રહી છે કે, સતીશ કૌશિકના જવાથી તેને મોટો આંચકો લાગ્યો છે. શ્રેષ્ઠ અભિનય સ્ટારને ૬૬ વર્ષની ઉંમરે ગુમાવવો એ ખરેખર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *