Gujarat

કઠલાલ ખાતે ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી ના હસ્તે ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું.

મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ અને કપડવંજ વિધાનસભા વિસ્તારમાં નાગરિકોને ઘર આંગણે તેમજ કાર્ય સ્થળે આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ધનવંતરી રથ તાલુકામાં ભ્રમણ કરશે અને નાગરિકોને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તથા ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવી આરોગ્ય સેવાઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો,કાર્યકરો,આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1678623603704.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *