રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોનાનો એક કેસ સામે આવતા લોકોમાં ફફડાટ મચી
જવા પામેલ છે. હાલ ઉધરશ, સર્દી, ગળા-માથામાં દુખાવો, સાથે સામાન્ય તાવ જેવા વાયરસ ઇન્ફેક્શન લોકોમાં વધુ પ્રમાણમાં
જોવા મળી રહ્યા છે. ત્યારે ઊના પંથકમાં કોરોનાની સાવચેતીને પગલે આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઇ ગયેલ છે. આ બાબતે તાલુકા
હેલ્થ ઓફીસર ડો.વિપુલ ડુમાતરે જણાવેલ કે હાલ કોવેક્સીનના ૧૨૦૦ ડોઝ હાલ ઉપલ્બધ છે. પરંતુ વેક્સીન લેવા આવતા નથી.
અને તાવ ઉઘરસ, શર્દીના કેસો વધુ હોય તપાસ કરાવતા નથી. અને આવા કેસો વાળા વ્યક્તિઓ ખાનગી હોસ્પીટલોમાં માત્ર દવાઓ
લઇ સારવાર કરાવી લઇ છે. કોરાના કેસને પગલે આરોગ્ય વિગાભ દ્રારા તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
