Gujarat

સુરતના મહુવાના અનાવલથી ૨૫૦ ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાના જથ્થા સાથે ૨ લોકોને ઝડપી લીધા

સુરત
સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ પાસેની ચેકપોસ્ટ પર મહુવા પોલીસના ચેકિંગ દરમિયાન ચીખલી તરફ જઈ રહેલા એક આઈશર ટેમ્પામાં ૪૫ કિ.ગ્રા વાળી ૨૫૦ બેગોમાંથી સબસિડીયુક્ત ખેતવપરાશ માટેના રૂ.૬૬૬૨૫ના મૂલ્યનો શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો બિલીમોરા લઈ જનાર ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. મહુવા પોલીસે બનાવ સંદર્ભે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરતા આ કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *