રાજકોટ
રાજકોટમાં સાળા-બનેવી લોકોને નશેડી બનાવતા હોય તેમ નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. આ અંગે ર્જીંય્ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક શેરી નં.૭માં એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે, તેમજ મિતેશ નામનો શખસ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે. બાતમીના આધારે ર્જીંય્ ટીમે દરોડો પાડતા મકાનના રૂમમાંથી ૧૩,૩૩૮ કફ સિરપની બોટલ મળી આવી હતી. આ બોટલની કિંમત રૂ.૨૩,૦૭,૯૦૦ થાય છે. બોટલમાંથી બે ઢાંકણા સિરપમાં સોડા મિક્સ કરી લોકોને નશો કરાવતો હતો.


