બોટાદ જીલ્લાના રાણપુરમાં લિંબડી રોડ ઉપર ચાર ગામને સીમાડે આવેલ ભક્તો ના આસ્થાનું અનેરૂ સ્થાન એવા જાગતા મેલડી માતાજી ના મંદીરે આગામી તારીખ.૨૪.૩.૨૦૨૩ ને શુક્રવારે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જાગતા મેલડી માતાજી ના મંદીરે ભક્તો ખુબજ આસ્થા ધરાવે છે અને માતાજી તમામ દુખીયા ના દુખ દુર કરે છે.ત્યારે માતાજી ના મંદીરે નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવ્યુ જેને લઈને ભક્તો માં પણ ભારે ઉત્સાહ છે.શુક્રવારે સવારે માંડવાની થાંભણી રોપણ,બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ,રાત્રે ૯ કલાકે ડાકડમરૂ નો પ્રોગ્રામ જેમાં પ્રવિણભાઈ રાવળદેવ(ધારપીપળાવાળા),વિપુલભાઈ રાવળદેવ(ચોટીલાવાળા),મુકેશભાઈ રાવળદેવ(નિંગાળાવાળા)સહીત સાથી કલાકારો ડાકડમરૂ ની રમઝટ બોલાવશે.આ નવરંગા માંડવામાં દરેક સમાજના લોકોએ પધારવા માતાજીના ભુવા કાંતાબેન અને માતાજીના સેવક ભીખાભાઈ તેમજ સેવક સમૂદાય દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


